Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

હાય, ગરીબાઇ હાય…

આ વિષય એક મિત્ર સાથે ચર્ચા કરતા મળ્યો. તેથી વિચાર્યુ કે આને લેખ નુ સ્વરુપ આપુ.

  1. ઈસરોએ મુન મિશન ની જાહેરાત કરી ત્યારે કોઈક બોલ્યુ “અરે આપણો દેશ ગરીબ છે. આપણને આવા ખર્ચા ના પોસાય. એના કરતા ગરીબો ને કંઈક આપો ને…”
  2. મોટુ ભવ્ય મંદિર થતુ જોઇને ફરી કોઇક બોલ્યુ “મંદિરની શુ જરુર છે. એના કરતા ગરીબોને કંઇક આપોને….”
  3. સરદાર સરોવર ડેમ પર વલ્લભભાઈ પટેલ ની વિશ્વની સૌથી મોટી મૂર્તિ મુકાવાના સમાચાર મલ્યા ને ફરી કોઇક બોલ્યુ. “આવા ખોટા ખર્ચ કરવાની શુ જરુરત છે. એના કરતા ગરીબોને કંઇક આપોને….”

ગરીબાઈ દુર ના થાય ત્યાં સુધી કોઇ ક્ષેત્ર માં પ્રગતી જ નહી કરવાની?

રમત – ગમતમાં નહી , વિજ્ઞાન – ટેકનોલોજીમાં નહી, ધાર્મીક ક્ષેત્રમાં નહી, કોઇ પ્રગતી ના કરો બસ ગરીબાઇ નો શોક પાળ્યા કરવાનો?

ભીખ માંગનારા સો ભીખરી માંથી કેટલા ભીખરી શારીરિક કે માનસિક રીતે ખોડ વાળા હશે?

ભીખારી ને ભીખ ના બદલે થોડુ કામ સોંપો પછી જુઓ એનો રૂઆબ.

એક જોક વાંચી હતી:

એક વ્યક્તિએ ભીખરી ને પુછ્યુ “જો ભગવાન તને ગાડી આપે તો તુ શુ કરે?”

ભીખારી બોલ્યો ”તો ગાડીમાં ભીખ માંગવા નીકળુ”

એક પ્રશ્ન “જો કોઇ ભીખારીને 10,000 કે 1 લાખ રૂપિયા આપવામાં આવે તો તેની ગરીબાઇ કેટલા સમય માટે દુર થઇ જાય?”

અરે ભાઇ ગરીબો પ્રત્યે મને પણ હમદર્દી છે. મને પણ દુખ થાય છે જ્યારે કોઇને બે ટાઇમ પેટ ભરીને ખાવા નથી મળતુ. કુપોષણ ને કારણે જ્યારે કોઇ બાળક નુ મ્રૃત્યુ થાય છે ત્યારે હ્રદય વલોવાઇ જાય છે.

પણ એનો મતલબ એ જ કે બસ બીજુ કાંઇ ના વિચારો…..

કોઇ ક્ષેત્રમાં વિકાસ ના કરો….

કંઇ નવુ ના વિચારો….

બસ ગરીબો ને પંપાળ્યા કરો…..

એમ પ્રગતિ ના થાય.

ગરીબી દુર થવીજ જોઇયે. હુ પણ એ જ ઇચ્છુ છુ પરંતુ ગરીબી છે કેમ તે જાણવુ છે?

કાંણા માટલા માં  કેટલુ પાણી રેડો તો માટલુ ભરાય?

અરે ભાઇ, પહેલા તો કાંણુ પુરવુ પડે તો જ પાણી ભરાય.

એ કાંણા કયા? કામચોરી, મફતનુ ખાવાની આદત, તમાકુ, બિડી, દારુ, જુગાર, ભુવા, માદળીયા……….

ગરીબાઈ કેવી રીતે દુર કરવી?

થોડા મારા મૌલિક વિચારો રજુ કરુ છુ.

એક પરિવાર માં ત્રણ માણસો મજુરી કરતા હોય અને પાંચ જણા જમવા વાળા હોય તો રોજ ની 300 રૂપિયા લેખે 900 રૂપિયા કમાણી થાય અને વધુ માં વધુ 500  ખર્ચો બાદ કરતા પણ 400 ની બચત થાય.

શુ ઓછી બચત કહેવાય?

શાકભાજી ની લારી વાળા નો એક દિવસ નો ઓછામાં ઓછો નફો 500 રૂપિયા છે. માન્યા માં આવે છે?

ગરીબ માણસ ગરીબ છે તે માટે એ ગરીબ પોતે જવાબદાર ખરો?

થાક ઉતારવાનો શુ એક માત્ર ઉપાય દારૂ છે.?

શુ તમાકુ ખાધા વિના  કામ કરવાનો મૂડજ ના આવે?

શુ બિડી પીધા વિના પેટ સાફ જ ના આવે?

ભારત દેશમાં 30 કરોડ લોકો ગરીબ છે. પણ કેટલાની માનસિકતા ગરીબ છે.?

મારી દ્રશ્ટી એ ઉપાય બે છે.

  1. ગરીબોને કામ આપો
  2. વ્યસન અને વહેમ દુર કરો.

આટલા ખુલાશા બાદ પણ જો કોઇ પણ વિકાસ લક્ષી પ્રોજેક્ટ જોઇને તમને ગરીબો નો જ વિચાર આવે તો તે કાર્ય ની ટીકા કરતા પહેલા સહુથી પહેલા પોતાની જાત ને એ પ્રશ્ન પુછજો કે “મેં પોતે અત્યાર સુધીમાં કેટલા ગરીબો, ને કેટલુ દાન કર્યુ?” પછી જ કોઇ ટીકા ટીપ્પણી કરજો….

OMG!!!!!

OMG મુવી માં કેટલાક દ્રશ્ય એવા બતાવાયા છે કે જે હિન્દુ ધાર્મિક પ્રણાલિકા નો વિરોધ કરે છે. પરંતુ એ વાતો લોજિકલ નથી. જેમકે…..

૧.એક દ્રશ્ય માં એવુ બતાવાયુ છે કે શિવજી ને દુધ ચડાવો તેને બદલે ગરીબ ને દુધ પાઓ. વાત તો સાચી છે. ભગવાન તો ભાવ ના ભુખ્યા છે. તમે સાચા ભાવથી જળ ચડાવશો તો પણ ભગવાન સ્વિકારી લેશે. પરંતુ મારા ભાઈ, તમે મને હિસાબ આપો કે  આખા ભારત દેશ માં દિવસ દરમિયાન શિવજી ને ચડાવાતુ દુધ કેટલા લિટર હોય છે અને આખા દેશ માં પિવાતો દારુ કેટલા લિટર હશે. તો પહેલા દારુ બંધ કરો ને…. પછી શિવજી નુ દુધ બંધ કરજો.

૨. ફરી એક દ્દ્રશ્ય માં એવુ બતાવાયુ છે કે એક મેદાન માં જ્યાં મંદિર બનવાનુ હતુ તેની જગ્યાએ મેદાન જ રાખવા માં આવે છે. યુવાનો ને રમવા માટે અનુકુળતા થાય છે. તેથી તેઓ ખુશ થઈ જાય છે. અરે ભાઈ હુ પણ outdoor sports નો પ્રચારક છુ હિમાયતી છુ પંરતુ મંદિર ના કરી ને જ મેદાન કરવા તે શુ યોગ્ય છે. ???

થીયેટર, શોપીંગ મોલ, ક્લબ, રિસોર્ટ કે હોટલ ની જગ્યા એ મેદાન બતાવ્યુ હોત તો શુ ખોટુ હતુ????

ભારત દેશ પર હિન્દુ ઓ પર રાજ કરવા ભુતકાળ માં ઘણા આક્રમણકારો આવ્યા. મંદિરો તોડ્યા. સંતો ને માર્યા. શાસ્ત્રો બાળ્યા. બ્રામણોને માર્યા. હવે અલગ રીત થી આક્રમણ થઈ રહ્યુ છે.

અને દુખ ની વાત એ છે કે આમા કેટલાક હિન્દુ વિધ્વાનો પણ ભળ્યા છે.

શાસ્ત્ર, મંદિર, સંત હિન્દુ ધર્મ ની ત્રણ આધારશીલા છે.

થોડા દિવસો પહેલા જ હું મારા પરિવાર સાથે કાઠીયાવાડ ના એક મંદિરે દર્શન કરવા ગયો હતો.

દર્શન કરીને અમારે જલ્દી નીકળી જવાનું હતું. ગાડી ચાલુ કરી નીકળતા હતા અને વોટર કુલર જોઇને  મારા પત્ની એ કહ્યું “આ બોટલ તો ભરીલો, રસ્તા માં તરસ લાગે તો ?” હું ખાલી બોટલ લઇ વોટર કુલર તરફ ગયો. બોટલ ભરી નીકળતો હતો ત્યાંજ એક અતિ વૃદ્ધ ઘરડા માજી કચરો વળતા હતા. તેમને મને કહ્યું “બીજો શીશો જોવે છે ?” મેં આદર સાથે ના પાડી “ના માજી આટલું પાણી તો બહુ થઇ ગયું”  તેમને આગ્રહ ચાલુ રાખ્યો “શીશો જોઈતો હોય તો આપું, મારી જોડે પડ્યો છે ” કચરો વળતા એ ઘરડા માજી નું વાત્સલ્ય મને સ્પર્શી ગયું. આટલી ઉમરે પણ તેઓ મંદિર ની સેવા કરી રહ્યા હતા. તેમના વસ્ત્રો તેમની ગરીબાઈ ની ચાડી ખાતા હતા. મને દયા આવી. થોડા રૂપિયા પાકીટ માં થી કાઢી મેં તેમને ધર્યા તો માજી બોલ્યા “ના ભૈ, હું કોઈના રૂપિયા લેતી નથી, તમે આ રૂપિયા ઠાકોરજી ને ધરાવી દો” મેં ખુબ આગ્રહ કર્યો ત્યારે માંડ માંડ તેમને રૂપિયા લીધા અને બોલ્યા “સારું, હું જ ઠાકોરજી ને ધરાવી દઈશ”
કેટલી કર્મઠતા !!!! કેટલી ખુમારી !!! કેટલું વાત્સલ્ય !!!!
આવા સ્વયં સેવકો ના દર્શન રોજ થાય છે તેથી જ કદાચ ઠાકોરજી ના ચહેરા પર હંમેશા સ્મિત હોય છે,  નઈ!!!
[લેખ માં બતાવેલો ફોટો તે  માજી નો નથી. આ ફોટો તો મેં ઈન્ટરનેટ પર થી લીધો છે પણ જો થોડા જાડા ચશ્માં પહેરાવીએ તો આ માજી પણ લગભગ લેખ ના નાયિકા માજી જેવાજ લાગે]

મજા ≠ સુખ ≠ આનંદ

માણસ ને  જીવન માં બે પ્રકાર ના અનુભવો થતા હોય છે સારા અનુભવો અને ખરાબ અનુભવો
સારા અનુભવો ને ત્રણ રીતે વર્ગીકૃત કરી શકાય
૧. મજા
૨. સુખ
૩. આનંદ
મજા એટલે ?

મજા એ ક્રિયા કરતી વખતે અનુભવાય  છે

નાના બાળક ના મોં માં મધ નું ટીપું નાખો અને તેને જે અનુભવ થાય છે તે મજા છે ફરી થી બાળક ના મોં આગળ ચમચી લઇ જાઓ તો ફરી થી તે ખાવા માટે મોં ખોલે છે કારણ કે તેને મજા આવે છે
યુવાન કોલેજીયન ને હાઇવે પર સ્પીડ થી બાઈક ચલાવતી વખતે જે અનુભવ થઇ છે તે મજા છે
સ્વાદિષ્ટ રસોઈ ખાતી વખતે જે અનુભવ થાય છે તેને મજા ગણી શકાય.
મજા નું આયુષ્ય અલ્પ હોય છે અને તે ભોગવ્યા પછી કદાચ દુખ માં પણ પરિણમે જેમ કે ઝડપથી બાઈક ચલાવતા પડી પણ જવાય કે સ્વાદિષ્ટ રસોઈ  ખાધા પછી એસીડીટી પણ થાય
મજા કરતા કૈક ઉપર ની અનુભૂતિ છે સુખ

સુખ એટલે ?

સુખ ક્રિયા કર્યા પછી અનુભવાય છે
જે પ્રાપ્ત કરવા તમારે કેટલીક મજા નો ભોગ આપવો પડે તે સુખ છે
જેમ કે વિદ્યાર્થી ને પરીક્ષામાં સારા ગુણે પાસ થવું હોય તો ટીવી, રમત વગેરે થોડા સમય માટે મુકાવું પડે એટલે કે મજા આવતી હોય તેવી કેટલીક પ્રવૃત્તિ ની  કુરબાની આપવી પડે પણ અંતે જે પ્રાપ્ત થાય છે તે સુખ છે
ઓલિએમ્પિક માં ગોલ્ડ મેડલ મેળવતી વખતે ખેલાડી ને જે અનુભૂતિ થાય છે તે સુખ છે પરંતુ તે સુખ તેને મફત નથી મળ્યું તેના માટે ખેલાડીએ કઠીન પુરુષાર્થ કરવો પડે છે .

અમેરિકા  ની હાર્વર્ડ યુનીવર્સીટી માં એક પ્રયોગ કરવામાં આવ્યો
ચાર વર્ષ ના કેટલાક બાળકોને ભેગા કરવામાં આવ્યા અને તેમને એક ચોકલેટ આપવામાં આવી  શરત એ મુકવામાં આવી કે જો બાળકો એ ચોકલેટ ને પંદર મિનીટ પછી ખાય તો બીજી ચોકલેટ આપવામાં આવશે અને જો પંદર મિનીટ પહેલા જ બાળકો ચોકલેટ ખાઈ જશે તો બીજી ચોકલેટ મળશે નહિ.  કેટલાક બાળકો પંદર મિનીટ સુધી ધીરજ રાખી શક્ય નહિ અને તેમને બીજી ચોકલેટ મળી નહિ પરંતુ થોડા બાળકોએ ધીરજ રાખી તો તેમને બીજી ચોકલેટ મળી
પ્રોફેસરોએ બાળકો નો રેકોર્ડ રાખ્યો. જે બાળકોએ ધીરજ રાખી હતી તે બાળકો સારી રીતે પાસ થઇ ગયા અને સારી પોસ્ટ પર નોકરી કરતા હતા અને જે બાળકો ધીરજ રાખી શક્યા નથી તે ભણવાનું પૂરું પણ કરી શક્યા નહિ અને સામાન્ય નોકરી ધંધો કરી માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા .

આમ કેટલાક સુખ નો ત્યાગ કરીને આગળ મોટું સુખ પ્રાપ્ત કરવામાં જ બુદ્ધિમતા છે
“સુખ” નું આયુષ્ય “મજા” કરતા લાંબુ છે પણ અમર નથી
જયારે કોઈ અપમાન કરે ત્યારે “સુખ” ગાયબ થઇ જાય છે
વધુ ગુણ પ્રાપ્ત કરવા છતાં જયારે બાળક ને માતા પિતા કે શિક્ષક પ્રોત્સાહિત ના કરે તો સુખ મૃત્યુ પામે છે
સુખ થી પર એક બીજી અનુભૂતિ છે : આનંદ
આનંદ એટલે ?

જે વ્યક્તિ ને આનંદ પ્રાપ્ત થાય છે તે માન-અપમાન ની લાગણીઓ થી  પર થઇ જાય છે અને સુખ દુખ ની અનુભૂતિ થી પણ પર થઇ જાય છે
આનંદ પ્રાપ્ત થયા પછી માણસ સ્વાવલંબી થઇ જાય છે જો સુખ કોઈ વ્યક્તિ કે પદાર્થ પર આધાર રાખતું હોય તો તે પરાવલંબી છે
“આનંદ” કોઈ વ્યક્તિ કે વસ્તુ પર આધાર નથી રાખતું.
આનંદ નો આધાર આત્મા અને પરમાત્મા પર છે કોઈ વ્યક્તિ કે વસ્તુ પર નહિ
આનંદ પ્રાપ્ત કર્યો હોય તેવી વ્યક્તિમાં તુકારામ નું દ્રષ્ટાંત પ્રચલિત છે
તુકારામ ને ગામ વાળાઓ એ ગધેડે બેસાડ્યા, મુંડન કર્યું, ગળે શાકભાજી નો હાર પહેરાવ્યો. તુકારામ ના પત્ની ખુબ દુખી થઇ ગયા પણ તુકારામ ને કોઈ ફરક પડ્યો નહિ ઉલટું તેમણે તો આખા પ્રસંગ ને હકારાત્મક દ્રષ્ટી એ લીધો
તુકારામ બોલ્યા ” આપણા લગ્ન થયા ત્યારે મારાથી ફૂલેકું નીકળી શકાયું ન હતું સારું થયું ફૂલેકું નીકળ્યું, માથે મુંડન થયું તો આપણા પૈસા બચ્યા. માથે ચૂનો ચોપડ્યો તો ખોડો મટી ગઈ અને શાકભાજી નો હાર પહેરાવ્યો તો જો આપણે ત્રણ દિવસ સુધી હવે શાંતિ ”
આવા વ્યક્તિ ને કોણ દુખી કરી શકે ?

I have lots of reason to smile

આજે શનિવારે  છટ્ઠા સેમ ના ક્લાસ માં લેકચર લેવા ગયો
મારે સળંગ બે લેકચર (પાંચમો અને છઠ્ઠો) લેવાના હતા
આખા અઠવાડીયાના કંટાળેલા છોકરાઓ એક કલાક ભણાવ્યા પછી કંટાળી ગયા
અને મને કહ્યું “સર, કોઈ ગેમ રમાડો.”
અને જે ગેમ મેં રમાડી તે રજુ કરું છું
મેં છોકરાઓને કહ્યું  “તમે એક કાગળ લો અને એક વાક્ય લખો
“હું ખુબજ નશીબદાર છું કેમ કે ….”
અને પછી આંખો બંધ કરી ને વિચારો કે તમારી જોડે શું શું છે ? જેથી તમે પોતાની જાત ને નશીબદાર ગણો છો ?”
છોકરાઓ એ વિચારી ને લખ્યું અને પછી ઉભા થઇ ને બોલ્યા તેમાંથી થોડું…..
હું ખુબજ નશીબદાર છું કેમ કે ….
૧. મારું સ્વાસ્થ્ય ખુબ સારું છે
૨. અમારા ઘર ની આર્થિક પરિસ્થિતિ સારી છે
૩. મારા માતા પિતા સારા છે
૪. મારે એક ભાઈ અને એક બહેન છે
૫. હું એન્જીનીઅરીંગ કોલેજ માં ભણું છું
૬. મારી પાસે બાઈક છે
૭. મારી પાસે મોબાઈલ છે
૭. મારી પાસે કોમ્પ્યુટર છે
૮. મારી પાસે ૭ જોડી કપડા છે
૯. હું જોઈ શકું છું વાંચી શકું છું ચાલી શકું છું બોલી શકું છું
૧૦. મારે ઘણા બધા મિત્રો છે

વગેરે વગેરે

લીસ્ટ તો ઘણું લાંબુ છે  પણ અહી અટકું છું

શું આત્મહત્યા કરવા વાળા વ્યક્તિ પાસે આમાંની બે ત્રણ વસ્તુ પણ નહિ હોય ?
જો હોય તો જીવવા માટે આટલા બધા કારણો છે તો પછી મરવું કેમ ?

કબો ગાંડો

એક વાર સ્વામીનારાયણ ભગવાન માંગરોળ ના હરિભક્ત મુલચંદભાઈ ને ઘરે જમવા જતા હતા.
રસ્તામાં ધંધા માં ખોટ જવાથી ગાંડો થયેલો  એક વ્યક્તિ, હાટ માં બેઠો બેઠો ત્રાજવા માં ધૂળ, છાણા, પથરા વગેરે ભરી ભરી ને તોળતો હતો,
અને કહેતો હતો ” લ્યો એલચી, લ્યો સાકાર” શ્રીજી મહારાજે પૂછ્યું ” આ કોણ છે ?”
ત્યારે સાથે ના ભક્તો એ કહ્યું ” એ તો  કબો ગાંડો છે, ધંધા માં ખોટ ગઈ ત્યાર થી આવું થઇ ગયું છે  ”
શ્રીજી મહારાજ બોલ્યા “હું તો જે જીવ ભગવાનને નથી ભજતા એ બધાયે  કબા ગાંડા છે એમ જાણું છું ”

 

Image from :- http://deadwax.wordpress.com

I believe in GOD

I believe in GOD

બે મિત્રો બાઝી પડ્યા

એક કહે “હું ભગવાન ના અસ્તિત્વ માં માનું છું”

બીજો કહે “હું નથી માનતો ”

જે માનતો હતો તેણે તર્ક કર્યો “માનીલે કે ભગવાન નથી,

તો મને શું નુકશાન જશે ?

મે તો ભગવાન નું અસ્તિત્વ સ્વીકારી મારું જીવન સુંદર બનાવ્યું છે,

જો ભગવાન ના નીકળ્યા તો મને કોઈ નુકશાન નથી,

પણ

તું નથી માનતો અને એવીજ રીતે તે તારું જીવન બનાવ્યું છે

અને જો

ભગવાન નીકળ્યા તો હું તો બચી જઈશ

પણ તારું શું થશે ?”