Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for એપ્રિલ, 2010

“આ ભારતમાં પ્રગટેલા મહાપુરુષો પાસેથી સૌ પૃથ્વીવાસીઓ પોતાનું ચારિત્ર્ય શીખો.” (મનુસ્મૃતિ ૨/૨૦)

આ વાત ને ટેકો આપતા હોય તેમ લોર્ડ મેકોલે કહે છે ” ઈસુના જન્મ પૂર્વે કેટલીક સદીઓ પહેલા ઈંગલેન્ડ ના લોકો માત્ર ઝાડની છાલ પહેરીને રહેતા હતા અને શરીર પર રંગોના ચટપટા રંગીને જંગલ માં જંગલી દશામાં ભટકતા હતા ત્યારે તેનાથીયે ઘણું પહેલા ભારતીયોએ એક ખુબ જ ઉચ્ચ કક્ષાની સભ્યતા – સંસ્કૃતિ વિકસાવી દીધી હતી ”

જયારે ભારતમાં રાજા સમુદ્રગુપ્તના સમયે સંસ્કૃતિ નો સુવર્ણકાળ તપતો હતો ત્યારે અંગ્રેજોને વહાણ ઉપર સઢ ચઢાવવાનું પણ ભાન નહતું.

પ્રસિદ્ધ અમેરિકન લેખક માર્ક ટ્વેઇન લખે છે : ” ધર્મ અને સંસ્કૃતિમાં માત્ર ભારત જ લખપતિ છે .હકીકતે આપણે ખુબ જ કંગાળ છીએ. સમૃદ્ધ છે એક માત્ર ભારત.”

ઇંગ્લેન્ડ ના સુપ્રસિદ્ધ ઇતિહાસકાર ડો.આર્નોલ્ડ તોયંબી ઉચ્ચારે છે : ” હવે એ સ્પષ્ટ થઇ ચુક્યું છે કે જો માનવજાતે આત્મવિનાશ ન નોતરવો હોય તો પશ્ચિમની રીતે શરુ થયેલા માનવજાતિના પ્રકરણ નો અંત ભારતીય રીતે જ લાવવો જોઈએ. માનવ ઇતિહાસની આ સૌથી વધુ ખતરનાક પળે, માનવજાતના ઉદ્ધારનો એકમાત્ર માર્ગ દેખાય છે – ભારતીય માર્ગ.

ભારતીય મહાકાવ્ય રામાયણ અને મહાભારત વિષે શ્રી ગુણવંત શાહ જણાવે છે તે પ્રમાણે છટ્ઠા સૈકામાં કમ્બોડીયાના મંદિરોમાં તેના પાઠ થતા. સાતમી શતાબ્દીમાં તુર્કીસ્તાનમાં પણ તે વંચાતું.

ઘણા એવું મને છે કે ભારત મહાન છે તે આપણું મિથ્યાભિમાન છે.
પણ વાત તો સાચી છે,  તેથી તો વિદેશી હુમલાખોર ભારત આવ્યા.
અને કેટલીએ સદીઓ થી દબાતું પિસાતું ભારત પોતાની સંસ્કૃતિ ના ભૂલ્યું તે પણ તેની મહાનતા નો પુરાવો છે
ઋષિમુનીઓ દ્વારા અહી ઘણી શોધો થઇ. નાલંદા અને તક્ષશિલા જેવી મોટી વિશ્વવિદ્યાલય માં દેશ વિદેશ ના વિદ્યાર્થીઓ ભણવા આવતા.
હવે ની પરિસ્થિતિ વિપરીત છે તેની ના નહિ.
ઘણા એવું કહે છે કે ભારત માં સારા રોડ નથી, ટેકનોલોજી નથી, ગરીબ  દેશ છે વગેરે વગેરે
પરંતુ આઝાદી ના ૫૦ કે ૬૦ વર્ષ માં ભારત છટ્ઠી મહાસત્તા હોવું એ શું સન્માનજનક ના કહેવાય ?
તમને થશે “બસ બંદ કરો ભવ્ય ભૂતકાળ ના મિથ્યા યશોગાન. ”
પણ મિત્રો,  વર્તમાન પ્રદુષિત છે તે હું પણ કબુલ કરું છું પણ શું કબુલ કરી ને હાથ પર હાથ ધરીને બેસી રહેવું ? પોતાને હીન માની હતાશા ના અંધકાર માં પોતાનું મોઢું સંતાડી દઉં ? ભારત ભૂતકાળ માં મહાન હતું અને ભવિષ્યમાં ફરીથી તેને “સોનેકી ચીડિયા” બનાવવાની જવાબદારી મારી તમારી દરેક ની છે.
સમાજ માં એવો રીવાજ છે કે કોઈ ખાનદાન કુટુંબ નો યુવાન જો થોડો ભટકી જાય તો વડીલો તેને કહે છે “ભાઈ, વિચાર તો કર તારા દાદા કોણ હતા?, તારા પિતા કેવા ખાનદાની હતા? અને તને આવું શોભે?”
બસ એવી જ રીતે,
દરેક સ્ત્રી તરફ ગંદી નજર કરનાર ને લક્ષમણ ની સામે ઉભો રાખી એવું કહેવું કે “જો તારા પૂર્વજો કેવા સંયમિત દ્રષ્ટી વાળા હતા અને તને આવું શોભે ?” તો તેમાં ‘ભવ્ય ભૂતકાળ ના મિથ્યા યશોગાન’ નો આશય નથી પણ તેને  સંયમ નો આદર્શ બતાવો છે તેને ફરી લક્ષ્મણ જેવો સંયમિત કરવો છે.

થોડા ઘણા રૂપિયા માટે પોતાનું ઈમાન વહેચી દેનાર ને રાજા હરીશચંદ્ર ની સામે ઉભો રાખી એવું કહેવું છે “જો તારા પૂર્વજો કેવા સત્યવાદી હતા અને તને આવું શોભે ?” તો તેમાં ‘ભવ્ય ભૂતકાળ ના મિથ્યા યશોગાન’ નો આશય નથી પણ તેને ફરી શુદ્ધ ચારિત્ર્ય વાળો કરવો છે

ગલુડિયા ને જોઈ ને પણ ડરી જતા યુવાન ને રાજકુમાર  ભરત ની સામે ઉભો રાખી એવું કહેવું છે ” જો તારા પૂર્વજો સિંહ ને પણ કહેતા ખોલ તારું મોઢું મારે તારા દાંત ગણવા છે તને આવી રીતે ડરવું શોભે ?” તો તેમાં ‘ભવ્ય ભૂતકાળ ના મિથ્યા યશોગાન’ નો આશય નથી પણ તેને ફરી નિર્ભય કરવો છે

ઘણા ઉદાહરણ આપી શકાય પરંતુ છેલ્લે વાત તો તેજ છે કે થોડા હકારાત્મક થઈએ..
પોતાના દેશ માટે,
પોતાની સંસ્કૃતિ માટે,
પોતાના આધ્યાત્મિક વારસા માટે,
નવ ભારત ના નવ નિર્માણ માટે…..

સુરજ  થવાની શક્તિ દરેક માં નથી હોતી પણ કમ સે મ દીપક થઇ પૃથ્વી નો કોઈ એક ખૂણો અજવાળીએ.

Advertisements

Read Full Post »