Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ફેબ્રુવારી, 2010

હું એક મરઘી છું.

મારો જન્મ ગુજરાત ના એક ગામડા માં એક ગરીબ કુટુંબ માં થયો હતો . અમે એક સાથે ૩ બહેનો અને ૫ ભાઈઓ રહેતા હતા.  થોડા દિવસ તો અમે જાણે સ્વર્ગ નું સુખ ભોગવતા હતા. કોઈ ચિંતા નહિ ને કોઈ તકલીફ નહિ બસ ખાઓ પીઓ ને રમ્યા કરો . એમાય હું તો બહુ સુંદર ને ભરાવદાર હોવાથી મને બધા બહુ રમાડતા. મારા માલિક ની નાની દીકરી તો મને સાથે લઇ ને જ સુઈ જતી. આમ મારું બાળપણ ખુબ સુખ પૂર્વક વીત્યું,  પણ એક દિવસ અચાનક મારા માલિક ને ખબર પડી કે હવે હું મોટી થઇ ગઈ છું.  પછી તો એ મને એક મોટા વેપારી પાસે લઇ ગયો અને મને તથા મારી બહેનોને એ મોટા વેપારી ને સોંપીને એતો જતો રહ્યો .
હું મારા માતા પિતા થી છૂટી પડી ગઈ. અમને બધાને એક પાંજરામાં પુરવામાં આવ્યા. જેમાં બીજી પણ ઘણી મરઘીઓ રહેતી હતી.  ખૂલું આકાશ નહિ,  તાજી હવા નહિ,  સુરજદાદા નો પ્રકાશ નહિ.  અમને બધ્ધાને એક ઉપર એક એમ થોક બંધ પાંજરામાં પુરવામાં આવ્યા હતા.  ઉભા રહેવાની પણ જગ્યા નહિ અને એ પણ લોખંડ ના તાર પર ઉભા રહેવાનું. મોટો બલ્બ એજ અમારા માટે સુરજદાદા. ઉપર ના પાંજરા ની મરઘી જે શૌચ કરે તે અમારી ઉપર પડે. થોડી જગ્યા માં અમે ઘણી બધી મરઘીઓ રહેતી એટલે શ્વાસ પણ ના લઇ શકાય. અને અમે થોડા ચીડિયા પણ થઇ ગયા હતા.  તેથી એક બીજાને ચાંચ મારી જખમી પણ કરતા.  અમારા નવા માલિક ને આ ખબર પડતાજ તેણે અમારા બધ્ધા ની ચાંચ કટર થી કાપી નાખી.  તે દિવસે તો  હું એટલું રડી કે ના પૂછો વાત. બહુ જ દુખતું હતું બસ સાચ્ચે. આ ઉપરાંત અમને મોટા મોટા ઇન્જેક્શન પણ મારવા માં આવતા. જેનાથી અમને ઈંડા થતા.  હું મારા દુખ ભૂલી ને મારા આવનારા બાળક ની રાહ જોતી ને મારો માલિક મારા ઈંડા લઇ જતો.  સાલ્લો બહુ નિર્દય છે.  ભગવાન એને સદબુદ્ધી આપે . હવે હું વૃદ્ધ થઇ ગઈ છું અને ઈંડા પણ આપી શકું તેમ નથી.  તેથી સાંભળ્યું છે કે મને હવે કતલખાને લઇ જશે અને કાપી નાખશે.રાંધશે. અને પછી ખાશે.

હે માનવ ! પેટ ભરવા માટે તને ભગવાને ઘણી વનસ્પતિ આપી છે તું અમને કેમ ખાય છે ?  અમારા ઈંડા કેમ લઇ જાય છે ? તારા બાળકોને તાવ આવે છે તો  તું તો દોડવા માંડે છે. દવાખાને લઇ જાય છે. અને આમારા બાળકો ને રાંધીને ખાતા તને દયા થઇ આવતી ?

બસ હવે તો એજ પ્રાર્થના છે ભગવાન ને કે બીજા કોઈ બ્રહ્માંડ માં જન્મ આપજે જ્યાં માણસ નામનું પ્રાણી ના હોય…..

Advertisements

Read Full Post »

બકરી મરી ગઈ

એક મુમુક્ષુ ગોપાળાનંદ સ્વામી પાસે આવી ને બોલ્યો : “સ્વામી, વાતું કરો ” સ્વામી એ જગત ના નાશવંત પણાની – સાંખ્યની ઘણી વાતો છ મહિના સુધી કરી છ મહિના પછી ઓલો આવી ને રડવા લાગ્યો. ગોપાળાનંદ સ્વામી એ પૂછયું “કેમ રડે છે ?” ઓલો બોલ્યો “સ્વામી,મારી બકરી મરી ગઈ” સ્વામી પણ માથે પછેડી ઓઢી ને પોક મુકીને રડવા માંડ્યા ઓલાએ પૂછયું “સ્વામી મારી તો બકરી મરી ગઈ છે એટલે રડું છું પણ તમે કેમ રડો છો ?” સ્વામી બોલ્યા “છ છ મહિનાથી કથા કરી ને મારી છાતી ના પાટિયા બેસી ગયા તો પણ તું ત્રણ રૂપિયા ની બકરી માટે રડે છે મારી દાખડો એળે ગયો એટલે રડું છું “

Read Full Post »