Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જુલાઇ, 2010

“સીતાજી નિર્દોષ હતા છતાં રામે તેમનો ત્યાગ કર્યો.”

“પવિત્ર હોવા છતાં તેમને અગ્નિપરીક્ષા માંથી પસાર થવું પડ્યું.”

આવા ઘણા બધા પ્રશ્નો ઘણા ના મન માં ઉદભવે તે સ્ત્રી સ્વતંત્રતાના જમાનામાં સ્વાભાવિક છે.
અહી કેટલાક ખુલાસાઓ આપ્યા છે

મારી બુદ્ધિ દ્વારા મેં રામ ને સમજવાનો પ્રયત્ન કર્યો છે

સૌ પ્રથમ આપણે રામ અને સીતા વચ્ચેનો પ્રેમ સમજવાનો પ્રયત્ન કરીશું

૧. સીતા-હરણ બાદ રામ દેવ, રાક્ષસ, કિન્નર, ગંધર્વ, વૃક્ષ, વનસ્પતિ, પર્વતો, વગેરે દરેકને ઉદેશીને કહે છે કે, “સીતાનો પત્તો આપો” શોધી શોધીને તે થાકી જાય છે, છતાં પણ જયારે કઈ પત્તો લાગતો નથી ત્યારે ત્રૈલોક્ય ભસ્મસાત કરી નાખવા તૈયાર થાય છે તે સમયે લક્ષમણ બે હાથ જોડીને તેમને શાંત કરે છે

૨. સીતાની શોધ કરવાને બદલે સુગ્રીવ ને સ્વસ્થ બેઠેલો જોઈ રામ ચિડાઈ ગયા છે અને લક્ષમણને કહે છે “સુગ્રીવ ને જઈને કહેજે કે, વાલી ગયો એ રસ્તો ખલાસ થયો નથી, મેં વાલીને એકલાને  જ માર્યો છે, પણ તારી કૃધ્નતાને લીધે પુત્ર-પૌત્રો સાથે તારો નાશ કરીશ”

૩. સીતા ના વિવરપ્રવેશ પછી રામ ધરતી ને કહે છે” મારી સીતા મને પાછી આપ , નહિ  તો પર્વત અને જંગલો સાથે તારો વિનાશ કરીશ”

૪. યજ્ઞ પ્રસંગે રામ બીજી સ્ત્રી ને પરણી શકત  ત્યારે તેમને સ્પષ્ટ શબ્દો માં કહ્યું કે “રામના હૃદયસિંહાસન પર એક જ સ્ત્રી ને સ્થાન છે અને તે સ્ત્રી એટલે સીતા” ત્યાર બાદ સીતા ની સોનાની મૂર્તિ ને બાજુમાં બેસાડી રામે યજ્ઞ કર્યો.

રામ અને  લોકો વચ્ચે નો પ્રેમ :

૧. રાજા દશરથે પોતાના પછી રાજ્યનો ઉત્તરાધિકારી કોને બનાવવો તે નિર્યણ લેવા ગામો ગામ થી રાજાઓ, નેતાઓ, વિદ્વાનો, અધિકારીઓ, વગેરે ને બોલાવ્યા હતા. તેઓનો અભિપ્રાય જાણવાની જીજ્ઞાસા દશરથે પ્રગટ કરી ત્યારે બધા એકી અવાજે જ જાહેર કરે છે કે “રાજા તરીકે રામ જ જોઈએ” રામના જીવનનો એ પરમોચ્ચ ભાગ્ય નો દિવસ હતો. તે તેની લોકપ્રિયતા બતાવે છે.

૨. રામ વનમાં જાય છે ત્યારે પાછળ જવા માટે આખી અયોધ્યા તૈયાર થાય છે બધા એકી અવાજે કહ્યું ” નિર્માંનુંશ્ય અયોધ્યામાં કૈકયી ને રાજ્ય કરવા દો”. બધા ઊંઘી જાય છે ત્યારે મધરાત્રીએ બધાને છોડીને રામ ચાલ્યા જાય છે અને સંદેશો મૂકી જાય છે કે “જો મારા પર ખરેખર પ્રેમ હોય તો પાછા ચાલ્યા જજો”

૩. રામે સર્યુપ્રવેશ કર્યો ત્યારે અયોધ્યાવાસી લોકોએ પણ મહાપ્રસ્થાન કર્યું હતું. આખી અયોધ્યા ઉજ્જડ બની હતી. જેઓ રાષ્ટ્રનો રામ પર પ્રેમ તેવો જ રામ નો પણ પ્રજા પર પ્રેમ.

આપણને  ખબર છે કે એકજ વ્યક્તિ ના કહેવાથી રામે સીતા નો ત્યાગ કર્યો પરંતુ વાલ્મીકી રામાયણ મુજબ સીતા માટે ઘણાને શંકા હતી તેની ચર્ચા પોળ-પોળમાં ચાલતી હતી.

રામ એટલે રાષ્ટ્ર

રામ એટલે સ્વાર્થત્યાગ ની પરાકાષ્ઠા

અલૌકિક કર્તુત્વવાન વિભૂતિ એટલે રામ

આમ રામે સીતા નો ત્યાગ નથી કર્યો પણ એક આદર્શ રાજા એ રાણી નો ત્યાગ કર્યો છે

“કુટુંબ અને રાષ્ટ્ર, એના ફાયદા નો પ્રશ્ન આવે ત્યારે પ્રથમ રાષ્ટ્રને જ સ્થાન આપવું જોઈએ” તેવું રામ પોતાના ચરિત્ર થી આપણે શીખવાડે છે

તેમ છતાં જો રામ પર આક્ષેપ કરવા હોય તો તેમના જેવું વ્યક્તિત્વ નિર્માણ કરી પછી જ આક્ષેપ કરવા જોઈએ

શું આપણને પોતાની પત્ની સિવાય બીજી કોઈ સ્ત્રી નો સંકલ્પ પણ નથી થતો?

શું સુંદર સ્ત્રી પર નજર ગયા પછી ફરીથી તેની સામે જોવાની ઈચ્છા નથી થતી ?

Advertisements

Read Full Post »