Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for જાન્યુઆરી, 2010

[આ લેખ મેં readgujarati  પર પહેલી વાર વાંચ્યો હતો]

પ્રભુને પત્રો – હરીન્દ્ર દવે

અક્ષર પુરુષોત્તમ મંદિરના સંત સાધુ આનંદજીવનદાસે મારા હાથમાં એક પરબીડિયું મૂક્યું અને કહ્યું : ‘અમે દર રવિવારે મંદિરમાં બાળકોનું મંડળ ચલાવીએ છીએ. એક રવિવારે નક્કી કર્યું કે દરેક બાળક પોતાના મનમાં ઊગે એવી પ્રાર્થના લખીને લાવે. નાનાં બાળકો આમ તો તેમને શીખવવામાં આવે એ પ્રાર્થના મધુર રાગે ગાતાં હોય છે. બીજાઓ કહે તે બોધ સાંભળે છે, પણ તેમને પોતાને ભગવાનને સંબોધીને કંઈક કહેવાનું પ્રાપ્ત થાય તો શું કહે એનો ખ્યાલ આમાંથી આવે છે. બાળકો જે પ્રાર્થના રચીને લાવ્યાં તેની ઝલક આ કાગળમાં છે.’

“હે પ્રભુ, તમને લખવાનું મન થાય તો હું શુભ કામો કરી શકું તેવી રેખા મારા હાથમાં લખી આપો.”
(વધુ…)

Advertisements

Read Full Post »

કેટલાક શેર

[ક્યારેક કોઈ પંક્તિ સુજે અને કાગળ અને પેન લઇ ને બેસીએ  અને લખવાનો પ્રયત્ન કરીએ તો આગળ લખીજ ના શરીયે એવું થાય છે મારી કેટલીક રચનાઓ કે જે એક શેર તરીકે જન્મી અને ગઝલ ના થઇ શકી]

થઇ શકે તો બે દિલ હવે દેજે ઓ ખુદા;
દર્દ સંઘરવાની હવે જગા નથી રહી .

********

એનું ઘર છે ત્યાં હતું પહેલા મયખાનું;
ફરક શું પડ્યો મને સમજાતું નથી.

********

[આ શેર મારો નથી પણ મને ખુબ ગમે છે ]

ખુદા અને ફરિસ્તાઓ કયામત ભલે કરે ;
હિસાબ નહિ પતે અમારા ગયા વિના .

Read Full Post »

સિંહ ના લગ્ન

એક સિંહ ના લગ્ન હતા

વરઘોડા માં બધા પ્રાણીઓ નાચતા હતા

ત્યાં અચાનક એક ઉંદર પણ દર માંથી નીકળીને નાચવા માંડ્યો
પ્રાણીઓ પુછવા લાગ્યા “એલા, તું શું કામ નાચે છે ?”
ઉંદર બોલ્યો “કેમ ના નાચું મારા ભાઈ ના લગ્ન છે ”
પ્રાણીઓ “એલા, તું ઉંદરડું અને આ તો સિંહ ના લગ્ન છે તું એનો ભાઈ કઈ રીતે ?”
ઉંદર બોલ્યો “લગ્ન પહેલા હું પણ સિંહ હતો “

Read Full Post »

મારા બ્લોગ માં પહેલી વાર કોઈ બીજા કવિ ની રચના મુકું છું
આ રચના મને ખુબજ ગમે છે મને અને મારા મિત્રો ને આ રચના માંથી ઘણી વખત પ્રેરણા મળી છે અને મેં કવિ ધ્રુવ ભટ્ટ ની આ રચના નો પ્રચાર પણ ખુબ કર્યો છે

આ ગીત જો સાંભળવાની ઈચ્છા હોય તો click કરો

http://tahuko.com/?p=5981

ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપથી કુદરતની રહેમ છે.

ફાટેલા ખીસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ,
તળું વસાય નહીં એવડી પટારીમાં
આપણો ખજાનો હેમખેમ છે….

આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમી યે જાય
મારી ઊપર આકાશ એમનેમ છે….

Read Full Post »

હોવો જોઈએ

જન્મ્યા ત્યારથી સુખ નામના station પર પહોંચવા નીકળેલા વ્યક્તિ ને હજી સુખ નામનું station તો મળ્યું નથી ત્યારે મેં મારી ગઝલ માં સુખ ની વચ્ચે દુખ ની આવસ્યકતા પર વાત કરી છે વાચકો ના આ ગઝલ પર ના વિચારો આવકાર્યછે

સુખોની વચ્ચે પણ દુખોનો સમય હોવો જોઈએ
સાધ્ય સાબિતી વિનાનો કોઈ પ્રમય હોવો જોઈએ

ચુપચાપ જોતો રહ્યો એ દ્રોપદી ચીર હરણ
ભીષ્મ ની આંખો માં પણ અંધાપો હોવો જોઈએ

એ શું કે સીધેસીધા પહોંચી જાઓ મંજિલ સુધી
દોસ્ત જીવન માર્ગ માં થોડો અવરોધ હોવો જોઈએ

વાતાવરણ માં મહેક જેવું વર્તાય છે ‘વાહક’
આ રસ્તો એના ઘર તરફ જતો હોવો જોઈએ

Read Full Post »