Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘ગઝલ’ Category

કેટલાક શેર

[ક્યારેક કોઈ પંક્તિ સુજે અને કાગળ અને પેન લઇ ને બેસીએ  અને લખવાનો પ્રયત્ન કરીએ તો આગળ લખીજ ના શરીયે એવું થાય છે મારી કેટલીક રચનાઓ કે જે એક શેર તરીકે જન્મી અને ગઝલ ના થઇ શકી]

થઇ શકે તો બે દિલ હવે દેજે ઓ ખુદા;
દર્દ સંઘરવાની હવે જગા નથી રહી .

********

એનું ઘર છે ત્યાં હતું પહેલા મયખાનું;
ફરક શું પડ્યો મને સમજાતું નથી.

********

[આ શેર મારો નથી પણ મને ખુબ ગમે છે ]

ખુદા અને ફરિસ્તાઓ કયામત ભલે કરે ;
હિસાબ નહિ પતે અમારા ગયા વિના .

Advertisements

Read Full Post »

હોવો જોઈએ

જન્મ્યા ત્યારથી સુખ નામના station પર પહોંચવા નીકળેલા વ્યક્તિ ને હજી સુખ નામનું station તો મળ્યું નથી ત્યારે મેં મારી ગઝલ માં સુખ ની વચ્ચે દુખ ની આવસ્યકતા પર વાત કરી છે વાચકો ના આ ગઝલ પર ના વિચારો આવકાર્યછે

સુખોની વચ્ચે પણ દુખોનો સમય હોવો જોઈએ
સાધ્ય સાબિતી વિનાનો કોઈ પ્રમય હોવો જોઈએ

ચુપચાપ જોતો રહ્યો એ દ્રોપદી ચીર હરણ
ભીષ્મ ની આંખો માં પણ અંધાપો હોવો જોઈએ

એ શું કે સીધેસીધા પહોંચી જાઓ મંજિલ સુધી
દોસ્ત જીવન માર્ગ માં થોડો અવરોધ હોવો જોઈએ

વાતાવરણ માં મહેક જેવું વર્તાય છે ‘વાહક’
આ રસ્તો એના ઘર તરફ જતો હોવો જોઈએ

Read Full Post »

હું નડું છું

અસ્તિત્વની રક્ષા કાજે હું લડુ છું
રોજ સવારે શિખર ચડું ને રાતે પડું છું
ઓ મરજીવા નાહક તું આમ દરિયો ફેંદે છે
સાવ મફત માં જો કિનારે હું મળું છું
વેદનાઓ થી હવે તો થઇ ગઈ છે દોસ્તી
કંઈજ હતું નથી જયારે હું રડું છું
ગોર કહે પોખરાજ પહેરો તમે “વાહક”
જો શનિ ની કુંડળી એને હું નડું છું

Read Full Post »

અંધારામાં

રસ્તો ન જડ્યો અંધારામાં,
ભૂલો પડ્યો અંધારામાં,

કૃષ્ણ કાળા હોવાનું કારણ ;
જન્મ્યો તો એ અંધારામાં,

દીવો લઈને શોધે શબ્દો ;
હું સંતાયો અંધારામાં,

નીકળી પડ્યા અવકાશયાત્રી ;
સૂર્ય ખોવાયો અંધારામાં,

છિદ્ર નથી પડ્યું નાવ માં એતો ;
ખુબ રડ્યો હું અંધારામાં ,

મૃત્યુ એટલે એજ “વાહક”
લીન થવાનું અંધારામાં .

Read Full Post »

એકલવ્ય

એકલવ્ય યુગો થી આપે છે ગુરુ દક્ષિણા
હવે દ્રોણે પણ અંગુઠો આપવો પડશે

બીજ ને દિવસે પણ લાગે પૂર્ણિમા જેવું
લઇ કટારી ચંદ્ર ને પણ  કાપવો પડશે

એકાદ લીટી માં તારો ઉલ્લેખ કર્યો છે ખુદા
તારે મારો ગઝલ સંગ્રહ છાપવો પડશે

સુર્યાસ્ત પહેલા ઘરે ફરવાનું છે ‘વાહક’
મારે મારો પડછાયો માપવો પડશે

Read Full Post »

પાંપણ

પહેલા પૂરી સાંભળી લે ગઝલ પછી જ દાદ દે;
આગળની પંક્તિ માં ક્યાંક તારું નામ હોઈ શકે

પાંપણ ઉપર ભાર છે ‘વાહક’ લાંબી સફર નો
સમજુ છું જેને ઊંઘ તે મૃત્યુ પણ હોઈ શકે

Read Full Post »

ઈશ્વર વિષે

બ્રહ્મા વિષ્ણુ કે મહેશ્વર વિષે ;
શું જાણીને કરવું છે? ઈશ્વર વિષે

કુરાન ગીતા બાઈબલ કે ધમ્મપદ
બુદ્ધ ઇસુ મીરા પયગંબર વિષે

સૂર્ય તડકો તરસ અને રણ વિષે
વાદળ વીજળી ભેજ ને ઝરમર વિષે

ગાય ગોપી રાધા ને ગીરધર વિષે
મોરપીંછ ના મુગટ ના ફરફર વિષે

ખુબ લખ્યું ફૂલ, પહાડ, સમંદર વિષે
આજ લખું થોડું મારા ઘર વિષે

શ્વાસ ધડકન મૃત્યુ ને જીવન વિષે
રુદન ડુસકા કફન ને કબર વિષે

Read Full Post »

Older Posts »