Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘અછાંદસ’ Category

તિરાડ


એ ક્ષણે

તારી ખુબ નજીક પહોંચી ગયો,
અને તને સ્પર્શવા જતા
અચાનક
તે થોડા ખસી
વચ્ચે દીવાલ ચણી દીધી
તે ક્ષણ
અને
આ ક્ષણ
કેટલાય વરસો, દિવસો, કલાકો
એ દીવાલ થી માથું ફૂટતો આવ્યો છું
એજ આશા થી કે
ક્યારેક તો
દીવાલ તુટશે?
………..
………..
………
પણ
આજે ખુબ ખુશ છું
સવારે જ
……….
……………..
દીવાલ પર
…………….
……………..
એક તિરાડ જોઈ.

Advertisements

Read Full Post »

મારી પાસે સમય નથી

પત્ની કહે ” ચાલો જઈએ ક્યાંક ફરવા ”
પણ હું કહું “મારી પાસે સમય નથી”
બાળકો કહે “ચાલો પપ્પા સાથે રમીએ”
શું કરું ?
“મારી પાસે સમય નથી”
દોસ્તો કહે “યાર ક્યારેક તો આવ મારે ગામ”
ફરી એજ જવાબ,
“મારી પાસે સમય નથી ”
ફરિસ્તો આવ્યો
બોલ્યો :” ચાલ, છોડ તારું શરીર પૂરું થયું તારું જીવન ”
“થોભો, પૂરી કરી લઉં કવિતા ? ”
“મારી પાસે સમય નથી”

Read Full Post »

ટીક ટીક ટીક ટીક

ટીક ટીક ટીક ટીક

ટીક ટીક ટીક ટીક

એક સમયે ,
હું ગયો પહાડ પર ,
મળ્યો મને ત્યાં સમય,
હસ્યો મને જોઈ ને
“ટીક ટીક ટીક ટીક”
હર્યા, ફર્યા, ખુબ વાતો કરી.
છુટા પડ્યા.
અચાનક,
સમય નો પગ લપસ્યો.
એક લાંબી ચીસ અને પછી,
નિરવ શાંતિ, સંપૂર્ણ સ્તબ્ધતા.
ઘડિયાળ નું પણ બંધ થઇ ગયું હતું
“ટીક ટીક ટીક ટીક”

Read Full Post »

ઝરમર

અપરાધી છું
ગુનો કર્યો છે મેં
તને ભૂલીને …
મળ્યો એક સુંદર સાથી.
મીઠું હાસ્ય, સુવાળો સ્પર્શ, મધુર અવાજ ..
ભૂલી ગયો તારા
કરુણા ભીના ઝરમર પ્રસાદ ને
પણ તું નાં ભૂલ્યો
આપતો રહ્યો તડકો, હવા, નિંદ્રા, શાંતિ ..
ભૂલી ગયો તને પણ
નથી ભૂલ્યો એ અપરાધ ભાવ
જે ડંખ્યા કરે છે રાત-દિવસ હૃદય માં.
તું પણ સમજે છે તેને
તેથી તો ચાલુ છે ..
કરૂણા ભીનો ઝરમર પ્રસાદ.

Read Full Post »