માણસ ને જીવન માં બે પ્રકાર ના અનુભવો થતા હોય છે સારા અનુભવો અને ખરાબ અનુભવો
સારા અનુભવો ને ત્રણ રીતે વર્ગીકૃત કરી શકાય
૧. મજા
૨. સુખ
૩. આનંદ
મજા એટલે ?
મજા એ ક્રિયા કરતી વખતે અનુભવાય છે
નાના બાળક ના મોં માં મધ નું ટીપું નાખો અને તેને જે અનુભવ થાય છે તે મજા છે ફરી થી બાળક ના મોં આગળ ચમચી લઇ જાઓ તો ફરી થી તે ખાવા માટે મોં ખોલે છે કારણ કે તેને મજા આવે છે
યુવાન કોલેજીયન ને હાઇવે પર સ્પીડ થી બાઈક ચલાવતી વખતે જે અનુભવ થઇ છે તે મજા છે
સ્વાદિષ્ટ રસોઈ ખાતી વખતે જે અનુભવ થાય છે તેને મજા ગણી શકાય.
મજા નું આયુષ્ય અલ્પ હોય છે અને તે ભોગવ્યા પછી કદાચ દુખ માં પણ પરિણમે જેમ કે ઝડપથી બાઈક ચલાવતા પડી પણ જવાય કે સ્વાદિષ્ટ રસોઈ ખાધા પછી એસીડીટી પણ થાય
મજા કરતા કૈક ઉપર ની અનુભૂતિ છે સુખ
સુખ એટલે ?
સુખ ક્રિયા કર્યા પછી અનુભવાય છે
જે પ્રાપ્ત કરવા તમારે કેટલીક મજા નો ભોગ આપવો પડે તે સુખ છે
જેમ કે વિદ્યાર્થી ને પરીક્ષામાં સારા ગુણે પાસ થવું હોય તો ટીવી, રમત વગેરે થોડા સમય માટે મુકાવું પડે એટલે કે મજા આવતી હોય તેવી કેટલીક પ્રવૃત્તિ ની કુરબાની આપવી પડે પણ અંતે જે પ્રાપ્ત થાય છે તે સુખ છે
ઓલિએમ્પિક માં ગોલ્ડ મેડલ મેળવતી વખતે ખેલાડી ને જે અનુભૂતિ થાય છે તે સુખ છે પરંતુ તે સુખ તેને મફત નથી મળ્યું તેના માટે ખેલાડીએ કઠીન પુરુષાર્થ કરવો પડે છે .
અમેરિકા ની હાર્વર્ડ યુનીવર્સીટી માં એક પ્રયોગ કરવામાં આવ્યો
ચાર વર્ષ ના કેટલાક બાળકોને ભેગા કરવામાં આવ્યા અને તેમને એક ચોકલેટ આપવામાં આવી શરત એ મુકવામાં આવી કે જો બાળકો એ ચોકલેટ ને પંદર મિનીટ પછી ખાય તો બીજી ચોકલેટ આપવામાં આવશે અને જો પંદર મિનીટ પહેલા જ બાળકો ચોકલેટ ખાઈ જશે તો બીજી ચોકલેટ મળશે નહિ. કેટલાક બાળકો પંદર મિનીટ સુધી ધીરજ રાખી શક્ય નહિ અને તેમને બીજી ચોકલેટ મળી નહિ પરંતુ થોડા બાળકોએ ધીરજ રાખી તો તેમને બીજી ચોકલેટ મળી
પ્રોફેસરોએ બાળકો નો રેકોર્ડ રાખ્યો. જે બાળકોએ ધીરજ રાખી હતી તે બાળકો સારી રીતે પાસ થઇ ગયા અને સારી પોસ્ટ પર નોકરી કરતા હતા અને જે બાળકો ધીરજ રાખી શક્યા નથી તે ભણવાનું પૂરું પણ કરી શક્યા નહિ અને સામાન્ય નોકરી ધંધો કરી માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા .
આમ કેટલાક સુખ નો ત્યાગ કરીને આગળ મોટું સુખ પ્રાપ્ત કરવામાં જ બુદ્ધિમતા છે
“સુખ” નું આયુષ્ય “મજા” કરતા લાંબુ છે પણ અમર નથી
જયારે કોઈ અપમાન કરે ત્યારે “સુખ” ગાયબ થઇ જાય છે
વધુ ગુણ પ્રાપ્ત કરવા છતાં જયારે બાળક ને માતા પિતા કે શિક્ષક પ્રોત્સાહિત ના કરે તો સુખ મૃત્યુ પામે છે
સુખ થી પર એક બીજી અનુભૂતિ છે : આનંદ
આનંદ એટલે ?

જે વ્યક્તિ ને આનંદ પ્રાપ્ત થાય છે તે માન-અપમાન ની લાગણીઓ થી પર થઇ જાય છે અને સુખ દુખ ની અનુભૂતિ થી પણ પર થઇ જાય છે
આનંદ પ્રાપ્ત થયા પછી માણસ સ્વાવલંબી થઇ જાય છે જો સુખ કોઈ વ્યક્તિ કે પદાર્થ પર આધાર રાખતું હોય તો તે પરાવલંબી છે
“આનંદ” કોઈ વ્યક્તિ કે વસ્તુ પર આધાર નથી રાખતું.
આનંદ નો આધાર આત્મા અને પરમાત્મા પર છે કોઈ વ્યક્તિ કે વસ્તુ પર નહિ
આનંદ પ્રાપ્ત કર્યો હોય તેવી વ્યક્તિમાં તુકારામ નું દ્રષ્ટાંત પ્રચલિત છે
તુકારામ ને ગામ વાળાઓ એ ગધેડે બેસાડ્યા, મુંડન કર્યું, ગળે શાકભાજી નો હાર પહેરાવ્યો. તુકારામ ના પત્ની ખુબ દુખી થઇ ગયા પણ તુકારામ ને કોઈ ફરક પડ્યો નહિ ઉલટું તેમણે તો આખા પ્રસંગ ને હકારાત્મક દ્રષ્ટી એ લીધો
તુકારામ બોલ્યા ” આપણા લગ્ન થયા ત્યારે મારાથી ફૂલેકું નીકળી શકાયું ન હતું સારું થયું ફૂલેકું નીકળ્યું, માથે મુંડન થયું તો આપણા પૈસા બચ્યા. માથે ચૂનો ચોપડ્યો તો ખોડો મટી ગઈ અને શાકભાજી નો હાર પહેરાવ્યો તો જો આપણે ત્રણ દિવસ સુધી હવે શાંતિ “
આવા વ્યક્તિ ને કોણ દુખી કરી શકે ?


સુંદર મનનીય લેખ .
રમેશ પટેલ(આકાશદીપ)