આજે શનિવારે છટ્ઠા સેમ ના ક્લાસ માં લેકચર લેવા ગયો
મારે સળંગ બે લેકચર (પાંચમો અને છઠ્ઠો) લેવાના હતા
આખા અઠવાડીયાના કંટાળેલા છોકરાઓ એક કલાક ભણાવ્યા પછી કંટાળી ગયા
અને મને કહ્યું “સર, કોઈ ગેમ રમાડો.”
અને જે ગેમ મેં રમાડી તે રજુ કરું છું
મેં છોકરાઓને કહ્યું “તમે એક કાગળ લો અને એક વાક્ય લખો
“હું ખુબજ નશીબદાર છું કેમ કે ….”
અને પછી આંખો બંધ કરી ને વિચારો કે તમારી જોડે શું શું છે ? જેથી તમે પોતાની જાત ને નશીબદાર ગણો છો ?”
છોકરાઓ એ વિચારી ને લખ્યું અને પછી ઉભા થઇ ને બોલ્યા તેમાંથી થોડું…..
હું ખુબજ નશીબદાર છું કેમ કે ….
૧. મારું સ્વાસ્થ્ય ખુબ સારું છે
૨. અમારા ઘર ની આર્થિક પરિસ્થિતિ સારી છે
૩. મારા માતા પિતા સારા છે
૪. મારે એક ભાઈ અને એક બહેન છે
૫. હું એન્જીનીઅરીંગ કોલેજ માં ભણું છું
૬. મારી પાસે બાઈક છે
૭. મારી પાસે મોબાઈલ છે
૭. મારી પાસે કોમ્પ્યુટર છે
૮. મારી પાસે ૭ જોડી કપડા છે
૯. હું જોઈ શકું છું વાંચી શકું છું ચાલી શકું છું બોલી શકું છું
૧૦. મારે ઘણા બધા મિત્રો છે
વગેરે વગેરે
લીસ્ટ તો ઘણું લાંબુ છે પણ અહી અટકું છું
શું આત્મહત્યા કરવા વાળા વ્યક્તિ પાસે આમાંની બે ત્રણ વસ્તુ પણ નહિ હોય ?
જો હોય તો જીવવા માટે આટલા બધા કારણો છે તો પછી મરવું કેમ ?



માણસ પાસે ઘણું ઘણું છે. એણે પોતે એ શોધી એનો ઉપયોગ કરવાનો છે. માણસ નક્કી કરે કે મારે આમ કરવું છે, તો તે જરૂર તે પ્રમાણે કરી શકે છે
પ્રવીણ શાહ
very good ,thanks.
it’s very true thought sir….
But now a days people living in a competiton of achieving more than they have…..
Very nice quote on life:
“There are only two tragedies in life: one is not getting what one wants, and the other is getting it.
That’s the reason behind all this….
સુંદર…
તાતા સફારી ની એક એડમાં આવે છે…
The best things in life are free… But it can cost you a lot to forget that…
બીરેન.