સાથે ઉપ-ડાઉન કરતી વખતે ઘણી વાર ચર્ચાનો દોર ચાલુ થઇ જાય છે.
આવીજ એક ચર્ચા થઇ મારી અને મારી સાથે કામ કરતા કેટલાક મિત્રો સાથે.
પ્રશ્ન હતો : ભ્રષ્ટાચાર
મારા મિત્રો અને બીજા ઘણા બધા એવું મને છે કે “રાજકારણીઓ ભ્રષ્ટાચારી છે તેઓ જો ભ્રષ્ટાચાર બંધ કરે તો દેશ ઉગારી જાય.”
મારું માનવું અલગ છે આપણે બધા રાજકારણીઓ ને ગાળો દેવામાં બહુ શુરવીર છીએ, પરંતુ એ રાજકારણીઓ ને આપણે જ ચૂંટી લાવીએ છીએ,
રાજકારણીઓ આપણો જ એક ભાગ છે.
૧૦ માંથી ૯ દરજી કાપડ ની ચોરી કરે છે.
૧૦ માંથી ૯ સોની સોના ચાંદી ની ચોરી કરે છે.
૧૦ માંથી ૯ શિક્ષકો ટ્યુશન કરાવે છે.
વગેરે વગેરે …..
જો મોટા ભાગ ના માણસો કોઈ ને કોઈ રીતે ભ્રષ્ટાચાર માં જોડાયેલા હોય તો બિચારો (?) રાજકારણી કેમ નહિ !!!!!??????
કુતરાનું પેટ નાનું હોય તેથી તે થોડું ખાય, હાથી નું પેટ મોટું હોય તેથી તે વધારે ખાય, ખાય તો બધાજ છે.
દેશ માંથી કોઈ પણ વ્યક્તિ ને ગાદી પર બેસાડી દો તેપણ ખાતો થઇ જશે.
તો રાજકારણીઓને ગાળો દેવાથી શું ફાયદો?
અને આપણી ગાળો દેવાથી થઇ પણ શું જવાનું છે.?
એક આમ આદમી (કોમન મેન) શું કરી શકે ?
સહુથી પહેલા તો આપણે સુધારીએ.
ખોટા કામ ના કરીએ.
આપણા બાળકોને સારા સંસ્કાર આપીએ.
તેમનામાં સિદ્ધાંતો નું સિંચન કરીએ.
આપણી આજુ બાજુ જે પણ સંપર્ક માં આવે તેમને ખોટા કામ કરતા અટકાવીએ.
તમે શું કહો છો ?

આપની વાત આપણે સુધરવાની અને બાળકોને સારા સંસ્કાર આપવાની વાત સાથે સહમત હોવાછતાં ભ્રષ્ટાચારના ભોરિંગને અંકુશમાં લાવી શકાશે કે કેમ તે વિષે મને શંકા છે. સઓ પ્રથમ તો ભ્રષ્ટાચાર ક્યારથી અર્થાત ક્યા સમયથી આપણાં દેશમાં શરૂ થયો કે પુરાણા સમયથી જ અર્થાત રામ અને કૃષ્ણના સમયથી જ અસ્તિત્વમાં હતો તે સંશોધનનો વિષય છે. હાલમાં તો તે એટલો વ્યાપક બની ચૂકયો છે કે સોય મૂકવા જટેલી જગ્યા પણ બાકી રહી નથી.કદાચ ભ્રષટાચાર આપણી ઓળખ બની છે કે ચારિત્ર્ય બની ચૂક્યું છે. આ એકલ દોકલ વ્યક્તિનું કામ નથી તે બહુ જ સ્પષ્ટ બન્યું છે. આ વિષે મારાં બ્લોગ ઉપર આપણાં વર્ક કલ્ચર ઉપર બે લેખો મૂકેલા છે તે અને વાચકોના આવેલા પ્રતિભાવો જોઈજવા વિનંતિ છે. બાદ વધુ ચર્ચા કરીશું ! આવજો !
મુદ્દાની વાત કરી હો મિત્ર…
કુતરાનું પેટ નાનું હોય તેથી તે થોડું ખાય, હાથી નું પેટ મોટું હોય તેથી તે વધારે ખાય, ખાય તો બધાજ છે.
દેશ માંથી કોઈ પણ વ્યક્તિ ને ગાદી પર બેસાડી દો તેપણ ખાતો થઇ જશે.
તો રાજકારણીઓને ગાળો દેવાથી શું ફાયદો?
…..ખોટા કામ કરતા અટકાવીએ તો ?
બાળકોને સારા સંસ્કાર આપવાની વાત સાથે સહમત…This is essential
and a step towards the correct beginning.
Ramesh Patel(Aakashdeep)
પથ્થર પહાણ….રમેશ પટેલ(આકાશદીપ)
-Pl find time to visit my site and leave a comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/
With regards
Ramesh Patel