Feeds:
Posts
Comments

થોડા દિવસો પહેલા જ હું મારા પરિવાર સાથે કાઠીયાવાડ ના એક મંદિરે દર્શન કરવા ગયો હતો.

દર્શન કરીને અમારે જલ્દી નીકળી જવાનું હતું. ગાડી ચાલુ કરી નીકળતા હતા અને વોટર કુલર જોઇને  મારા પત્ની એ કહ્યું “આ બોટલ તો ભરીલો, રસ્તા માં તરસ લાગે તો ?” હું ખાલી બોટલ લઇ વોટર કુલર તરફ ગયો. બોટલ ભરી નીકળતો હતો ત્યાંજ એક અતિ વૃદ્ધ ઘરડા માજી કચરો વળતા હતા. તેમને મને કહ્યું “બીજો શીશો જોવે છે ?” મેં આદર સાથે ના પાડી “ના માજી આટલું પાણી તો બહુ થઇ ગયું”  તેમને આગ્રહ ચાલુ રાખ્યો ”શીશો જોઈતો હોય તો આપું, મારી જોડે પડ્યો છે ” કચરો વળતા એ ઘરડા માજી નું વાત્સલ્ય મને સ્પર્શી ગયું. આટલી ઉમરે પણ તેઓ મંદિર ની સેવા કરી રહ્યા હતા. તેમના વસ્ત્રો તેમની ગરીબાઈ ની ચાડી ખાતા હતા. મને દયા આવી. થોડા રૂપિયા પાકીટ માં થી કાઢી મેં તેમને ધર્યા તો માજી બોલ્યા “ના ભૈ, હું કોઈના રૂપિયા લેતી નથી, તમે આ રૂપિયા ઠાકોરજી ને ધરાવી દો” મેં ખુબ આગ્રહ કર્યો ત્યારે માંડ માંડ તેમને રૂપિયા લીધા અને બોલ્યા “સારું, હું જ ઠાકોરજી ને ધરાવી દઈશ”
કેટલી કર્મઠતા !!!! કેટલી ખુમારી !!! કેટલું વાત્સલ્ય !!!!
આવા સ્વયં સેવકો ના દર્શન રોજ થાય છે તેથી જ કદાચ ઠાકોરજી ના ચહેરા પર હંમેશા સ્મિત હોય છે,  નઈ!!!
[લેખ માં બતાવેલો ફોટો તે  માજી નો નથી. આ ફોટો તો મેં ઈન્ટરનેટ પર થી લીધો છે પણ જો થોડા જાડા ચશ્માં પહેરાવીએ તો આ માજી પણ લગભગ લેખ ના નાયિકા માજી જેવાજ લાગે]

માણસ ને  જીવન માં બે પ્રકાર ના અનુભવો થતા હોય છે સારા અનુભવો અને ખરાબ અનુભવો
સારા અનુભવો ને ત્રણ રીતે વર્ગીકૃત કરી શકાય
૧. મજા
૨. સુખ
૩. આનંદ
મજા એટલે ?

મજા એ ક્રિયા કરતી વખતે અનુભવાય  છે

નાના બાળક ના મોં માં મધ નું ટીપું નાખો અને તેને જે અનુભવ થાય છે તે મજા છે ફરી થી બાળક ના મોં આગળ ચમચી લઇ જાઓ તો ફરી થી તે ખાવા માટે મોં ખોલે છે કારણ કે તેને મજા આવે છે
યુવાન કોલેજીયન ને હાઇવે પર સ્પીડ થી બાઈક ચલાવતી વખતે જે અનુભવ થઇ છે તે મજા છે
સ્વાદિષ્ટ રસોઈ ખાતી વખતે જે અનુભવ થાય છે તેને મજા ગણી શકાય.
મજા નું આયુષ્ય અલ્પ હોય છે અને તે ભોગવ્યા પછી કદાચ દુખ માં પણ પરિણમે જેમ કે ઝડપથી બાઈક ચલાવતા પડી પણ જવાય કે સ્વાદિષ્ટ રસોઈ  ખાધા પછી એસીડીટી પણ થાય
મજા કરતા કૈક ઉપર ની અનુભૂતિ છે સુખ

સુખ એટલે ?

સુખ ક્રિયા કર્યા પછી અનુભવાય છે
જે પ્રાપ્ત કરવા તમારે કેટલીક મજા નો ભોગ આપવો પડે તે સુખ છે
જેમ કે વિદ્યાર્થી ને પરીક્ષામાં સારા ગુણે પાસ થવું હોય તો ટીવી, રમત વગેરે થોડા સમય માટે મુકાવું પડે એટલે કે મજા આવતી હોય તેવી કેટલીક પ્રવૃત્તિ ની  કુરબાની આપવી પડે પણ અંતે જે પ્રાપ્ત થાય છે તે સુખ છે
ઓલિએમ્પિક માં ગોલ્ડ મેડલ મેળવતી વખતે ખેલાડી ને જે અનુભૂતિ થાય છે તે સુખ છે પરંતુ તે સુખ તેને મફત નથી મળ્યું તેના માટે ખેલાડીએ કઠીન પુરુષાર્થ કરવો પડે છે .

અમેરિકા  ની હાર્વર્ડ યુનીવર્સીટી માં એક પ્રયોગ કરવામાં આવ્યો
ચાર વર્ષ ના કેટલાક બાળકોને ભેગા કરવામાં આવ્યા અને તેમને એક ચોકલેટ આપવામાં આવી  શરત એ મુકવામાં આવી કે જો બાળકો એ ચોકલેટ ને પંદર મિનીટ પછી ખાય તો બીજી ચોકલેટ આપવામાં આવશે અને જો પંદર મિનીટ પહેલા જ બાળકો ચોકલેટ ખાઈ જશે તો બીજી ચોકલેટ મળશે નહિ.  કેટલાક બાળકો પંદર મિનીટ સુધી ધીરજ રાખી શક્ય નહિ અને તેમને બીજી ચોકલેટ મળી નહિ પરંતુ થોડા બાળકોએ ધીરજ રાખી તો તેમને બીજી ચોકલેટ મળી
પ્રોફેસરોએ બાળકો નો રેકોર્ડ રાખ્યો. જે બાળકોએ ધીરજ રાખી હતી તે બાળકો સારી રીતે પાસ થઇ ગયા અને સારી પોસ્ટ પર નોકરી કરતા હતા અને જે બાળકો ધીરજ રાખી શક્યા નથી તે ભણવાનું પૂરું પણ કરી શક્યા નહિ અને સામાન્ય નોકરી ધંધો કરી માંડ પોતાનું ગુજરાન ચલાવતા હતા .

આમ કેટલાક સુખ નો ત્યાગ કરીને આગળ મોટું સુખ પ્રાપ્ત કરવામાં જ બુદ્ધિમતા છે
“સુખ” નું આયુષ્ય “મજા” કરતા લાંબુ છે પણ અમર નથી
જયારે કોઈ અપમાન કરે ત્યારે “સુખ” ગાયબ થઇ જાય છે
વધુ ગુણ પ્રાપ્ત કરવા છતાં જયારે બાળક ને માતા પિતા કે શિક્ષક પ્રોત્સાહિત ના કરે તો સુખ મૃત્યુ પામે છે
સુખ થી પર એક બીજી અનુભૂતિ છે : આનંદ
આનંદ એટલે ?

જે વ્યક્તિ ને આનંદ પ્રાપ્ત થાય છે તે માન-અપમાન ની લાગણીઓ થી  પર થઇ જાય છે અને સુખ દુખ ની અનુભૂતિ થી પણ પર થઇ જાય છે
આનંદ પ્રાપ્ત થયા પછી માણસ સ્વાવલંબી થઇ જાય છે જો સુખ કોઈ વ્યક્તિ કે પદાર્થ પર આધાર રાખતું હોય તો તે પરાવલંબી છે
“આનંદ” કોઈ વ્યક્તિ કે વસ્તુ પર આધાર નથી રાખતું.
આનંદ નો આધાર આત્મા અને પરમાત્મા પર છે કોઈ વ્યક્તિ કે વસ્તુ પર નહિ
આનંદ પ્રાપ્ત કર્યો હોય તેવી વ્યક્તિમાં તુકારામ નું દ્રષ્ટાંત પ્રચલિત છે
તુકારામ ને ગામ વાળાઓ એ ગધેડે બેસાડ્યા, મુંડન કર્યું, ગળે શાકભાજી નો હાર પહેરાવ્યો. તુકારામ ના પત્ની ખુબ દુખી થઇ ગયા પણ તુકારામ ને કોઈ ફરક પડ્યો નહિ ઉલટું તેમણે તો આખા પ્રસંગ ને હકારાત્મક દ્રષ્ટી એ લીધો
તુકારામ બોલ્યા ” આપણા લગ્ન થયા ત્યારે મારાથી ફૂલેકું નીકળી શકાયું ન હતું સારું થયું ફૂલેકું નીકળ્યું, માથે મુંડન થયું તો આપણા પૈસા બચ્યા. માથે ચૂનો ચોપડ્યો તો ખોડો મટી ગઈ અને શાકભાજી નો હાર પહેરાવ્યો તો જો આપણે ત્રણ દિવસ સુધી હવે શાંતિ “
આવા વ્યક્તિ ને કોણ દુખી કરી શકે ?

આજે શનિવારે  છટ્ઠા સેમ ના ક્લાસ માં લેકચર લેવા ગયો
મારે સળંગ બે લેકચર (પાંચમો અને છઠ્ઠો) લેવાના હતા
આખા અઠવાડીયાના કંટાળેલા છોકરાઓ એક કલાક ભણાવ્યા પછી કંટાળી ગયા
અને મને કહ્યું “સર, કોઈ ગેમ રમાડો.”
અને જે ગેમ મેં રમાડી તે રજુ કરું છું
મેં છોકરાઓને કહ્યું  “તમે એક કાગળ લો અને એક વાક્ય લખો
“હું ખુબજ નશીબદાર છું કેમ કે ….”
અને પછી આંખો બંધ કરી ને વિચારો કે તમારી જોડે શું શું છે ? જેથી તમે પોતાની જાત ને નશીબદાર ગણો છો ?”
છોકરાઓ એ વિચારી ને લખ્યું અને પછી ઉભા થઇ ને બોલ્યા તેમાંથી થોડું…..
હું ખુબજ નશીબદાર છું કેમ કે ….
૧. મારું સ્વાસ્થ્ય ખુબ સારું છે
૨. અમારા ઘર ની આર્થિક પરિસ્થિતિ સારી છે
૩. મારા માતા પિતા સારા છે
૪. મારે એક ભાઈ અને એક બહેન છે
૫. હું એન્જીનીઅરીંગ કોલેજ માં ભણું છું
૬. મારી પાસે બાઈક છે
૭. મારી પાસે મોબાઈલ છે
૭. મારી પાસે કોમ્પ્યુટર છે
૮. મારી પાસે ૭ જોડી કપડા છે
૯. હું જોઈ શકું છું વાંચી શકું છું ચાલી શકું છું બોલી શકું છું
૧૦. મારે ઘણા બધા મિત્રો છે

વગેરે વગેરે

લીસ્ટ તો ઘણું લાંબુ છે  પણ અહી અટકું છું

શું આત્મહત્યા કરવા વાળા વ્યક્તિ પાસે આમાંની બે ત્રણ વસ્તુ પણ નહિ હોય ?
જો હોય તો જીવવા માટે આટલા બધા કારણો છે તો પછી મરવું કેમ ?

કબો ગાંડો

એક વાર સ્વામીનારાયણ ભગવાન માંગરોળ ના હરિભક્ત મુલચંદભાઈ ને ઘરે જમવા જતા હતા.
રસ્તામાં ધંધા માં ખોટ જવાથી ગાંડો થયેલો  એક વ્યક્તિ, હાટ માં બેઠો બેઠો ત્રાજવા માં ધૂળ, છાણા, પથરા વગેરે ભરી ભરી ને તોળતો હતો,
અને કહેતો હતો ” લ્યો એલચી, લ્યો સાકાર” શ્રીજી મહારાજે પૂછ્યું ” આ કોણ છે ?”
ત્યારે સાથે ના ભક્તો એ કહ્યું ” એ તો  કબો ગાંડો છે, ધંધા માં ખોટ ગઈ ત્યાર થી આવું થઇ ગયું છે  “
શ્રીજી મહારાજ બોલ્યા “હું તો જે જીવ ભગવાનને નથી ભજતા એ બધાયે  કબા ગાંડા છે એમ જાણું છું “

 

Image from :- http://deadwax.wordpress.com

I believe in GOD

I believe in GOD

બે મિત્રો બાઝી પડ્યા

એક કહે “હું ભગવાન ના અસ્તિત્વ માં માનું છું”

બીજો કહે “હું નથી માનતો “

જે માનતો હતો તેણે તર્ક કર્યો “માનીલે કે ભગવાન નથી,

તો મને શું નુકશાન જશે ?

મે તો ભગવાન નું અસ્તિત્વ સ્વીકારી મારું જીવન સુંદર બનાવ્યું છે,

જો ભગવાન ના નીકળ્યા તો મને કોઈ નુકશાન નથી,

પણ

તું નથી માનતો અને એવીજ રીતે તે તારું જીવન બનાવ્યું છે

અને જો

ભગવાન નીકળ્યા તો હું તો બચી જઈશ

પણ તારું શું થશે ?”

સાથે ઉપ-ડાઉન કરતી વખતે ઘણી વાર ચર્ચાનો દોર ચાલુ થઇ જાય છે.
આવીજ એક ચર્ચા થઇ મારી અને મારી સાથે કામ કરતા કેટલાક મિત્રો સાથે.
પ્રશ્ન હતો : ભ્રષ્ટાચાર
મારા મિત્રો અને બીજા ઘણા બધા એવું મને છે કે “રાજકારણીઓ ભ્રષ્ટાચારી છે તેઓ જો ભ્રષ્ટાચાર બંધ કરે તો દેશ ઉગારી જાય.”
મારું માનવું અલગ છે આપણે બધા રાજકારણીઓ ને ગાળો દેવામાં બહુ શુરવીર છીએ, પરંતુ એ રાજકારણીઓ ને આપણે જ ચૂંટી લાવીએ છીએ,
રાજકારણીઓ આપણો જ એક ભાગ છે.
૧૦ માંથી ૯ દરજી કાપડ ની ચોરી કરે છે.
૧૦ માંથી ૯ સોની સોના ચાંદી ની ચોરી કરે છે.
૧૦ માંથી ૯ શિક્ષકો ટ્યુશન કરાવે છે.
વગેરે વગેરે …..
જો મોટા ભાગ ના માણસો કોઈ ને કોઈ રીતે ભ્રષ્ટાચાર માં જોડાયેલા હોય તો બિચારો (?) રાજકારણી કેમ નહિ !!!!!??????
કુતરાનું પેટ નાનું હોય તેથી તે થોડું ખાય, હાથી નું પેટ મોટું હોય તેથી તે વધારે ખાય, ખાય તો બધાજ છે.
દેશ માંથી કોઈ પણ વ્યક્તિ ને ગાદી પર બેસાડી દો તેપણ ખાતો થઇ જશે.
તો રાજકારણીઓને ગાળો દેવાથી શું ફાયદો?

અને આપણી ગાળો દેવાથી થઇ પણ શું જવાનું છે.?
એક આમ આદમી (કોમન મેન) શું કરી શકે ?
સહુથી પહેલા તો આપણે સુધારીએ.

ખોટા કામ ના કરીએ.

આપણા બાળકોને સારા સંસ્કાર આપીએ.

તેમનામાં સિદ્ધાંતો નું સિંચન કરીએ.
આપણી આજુ બાજુ જે પણ સંપર્ક માં આવે તેમને ખોટા કામ કરતા અટકાવીએ.
તમે શું કહો છો ?

[આ કોની કૃતિ છે તે તો ખબર નથી  મને ઈમૈલ મળ્યો હતો જે મને ઉપયોગી લાગ્યો અને પરોપકાર ની ભાવનાથી જાહેર જનતા માટે આ પોસ્ટ કરું છું
આશા છે કે આપ પણ તેનો ઉપયોગ કરી જીવન ને મંગલ બનાવવાનો પ્રયત્ન કરશો]

અહી પત્નીને ખુશ રાખવાના થોડાક ઉપાય બતાવ્યા છે. તમારે જાણવા જોગ.


1.
તમે તમારી પત્ની સાથે વાતચીત કરતા હોવ ત્યારે વચ્ચે ના બોલો

2. સવારે ઓફિસ જતા મોજા જાતે શોધી લો

3. ઓફિસથી ઘેર આવીને મોજા બાથરુમમાં જાતે ધોવા નાખો

5. બીજા શહેરની હોય તો એના શહેરની કોઇ પણ ખુબી શોધી એના વખાણ કરો (અરે, તો શાયરોનુ શહેર નહી? પેલા કવિબેવકુફઅહીનાં નહીં?)

6. એની કોઇ પણ સહેલીના રુપના વખાણ ક્યારેય કરો

7. એની સહેલી ઘેર આવી હોય તો ડ્રોઇંગ રૂમમાં વારેઘડીયે આંટા મારો

8. એની મમ્મીની રસોઇના વખાણ કરો
9. “
હું કેવી લાગુ છુનો પ્રમાણિકપણે જવાબ આપવો શકય ના હોય તો એમ કહો કેઆજે તો તું સાવ જૂદીજ લાગે છે

10. એના મામાની સરકારમાં બહુ પહોંચ છે એવુ કહો, સાસુ પણ ખુશ રહેશે

11. “તારા પપ્પા બહુ સોશિયલ છેએવુ મહિને ઓછામા ઓછુ એક વાર કહો
12.
ટીવી જોતી વખતે : “અરે, જોતો, કેટરિનાએ તારા જેવી હેરસ્ટાઇલ કરી છેએવુ કહો.

13. તમારી વાત ટુંકમાં કરો.

14. એના પિયરિયાનો ફોન હોય અનેઆજે શાક કેવી રીતે દાઝી ગયુ?” વિષય પર લાંબી વાતચીત ચાલતી હોય તો તમે તમારા અગત્યના કામ પડતા મુકી ધીરજપુર્વક ફોન પુરો થાય ત્યાં સુધી રાહ જુઓ.

15. જમવા બેસતી વખતે પાણી જાતે ભરી લો

16. એની વાત ધ્યાન પુર્વક સાંભળો છો એવુ એટલીસ્ટ બતાવો તો ખરા .

17. કશુ કહેવા આવે તો છાપુ બાજુ પર મુકી વાત સાંભળો.

18. વાત કહેતી હોય ત્યારે ટી.વી. મ્યુટ કરી દો!

19. ઉતરન અને ક્રિકેટ મેચ સાથે ચાલતા હોય તો ઉતરન ચાલતી હોય તે ચેનલ મુકો. જો ભુલે ચુકે સામો વિવેક કરે તો એમ કહો કેમેચ તો રોજ આવે છે

20. એમ કહે કેઆજે બહુ ગરમી છેતો પંખો ફાસ્ટ કરો યાર!

21. એમ કહે કેઆજે બહુ થાકી ગઇ છુતો તરત કહો કેચાલ, આજે બહાર જમવા જઇએ
22.
એમ કહે કેઆજે રસોઇ કરવાનો મુડ નથીતો તરત કહો કેસાચુ કહુ, હું તો પીઝા મંગાવવાનુ વિચારતો હતો

23. વાત વાતમાં એના સોગંદ ખાવ (તારા સમ, તુ સાચે આજે જુદી લાગે છે!)

24. બેડરુમમાં બામની વાસ સહન ના થાય તો ફરિયાદ કર્યા વગર કોક દિવસ ડ્રોઇંગરુમમા સુઇ જાવ.

25. કોઇ પણ ફરિયાદ કરવી હોય તો સીધી નહી પણ આડકતરી રીતે કરો જેમ કે: દાળ પાણી જેવી હોય તોઆજે દાળ કંઇક જુદી હતી!” અને રોટલી કાચી બને તો વખતે ઘંઉ સારા નથી આવ્યાએમ કહો.

નોંધ:

) ઉપાયો અંગે લખનાર કોઈ ગેરેંટી નથી આપતા, તેમજ ઉપાય કારગત ના નીવડે તો અંગે કોઈ પણ પ્રકારની તકરાર કરાવી નહિ.
) ઉપાયો મેં અજમાવેલા છે કે નહિ તેવો બેવકુફ જેવો પ્રશ્ન કરવો નહિ. બેવકુફ જેવા પ્રશ્નો પૂછવાની પેટન્ટ મારી પાસે છે.
) ઉપરના ઉપાયો પર પિષ્ટપેષણ કરી સમય બગાડવો નહિ. એટલા સમયમાં પત્નીની ઘણી સેવા થઇ શકે છે.
) કુંવારાઓ માટે શું? એવા વાહિયાત સવાલો અહી કરવા.

Follow

Get every new post delivered to your Inbox.